મોરબી : મોરબી શહેર - જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ વચ્ચે વરલી મટકાના જુગારીઓ પણ લોકોને નસીબ આધારિત જુગાર રમાડી રહ્યા છે ત્યારે માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામે તેમજ વાંકાનેર પોલીસે ટાઉન વિસ્તારમાં બે અલગ અલગ દરોડા પાડી બે આરોપીઓને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી ગામના તળાવ પાસેથી આરોપી શિવાભાઈ સુરજભાઈ પરસુંડા રહે.વાડા વિસ્તાર, માળીયા મિયાણા વાળાને રોકડા રૂ.180 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો.જ્યારે વાંકાનેર સીટી પોલીસે ટાઉન વિસ્તારમાં ક્રિસ મોબાઈલ શોપ નજીકથી આરોપી જગદીશભાઈ વલ્લભભાઈ વાઘેલા રહે.સીટી સ્ટેશન રોડ, વાંકાનેર વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 220 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.