મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વનાળિયા ગામની પ્રાથમિક શાળા પાછળ જાહેરમાં તીનપતિનો જુગાર રમતા આરોપી સાહિલ આદમભાઈ સુમરા અને આરોપી જાવેદ હનીફભાઈ સુમરા રહે.બન્ને વનાળિયા ગામ, તા.જી.મોરબી વાળાને રોકડા રૂપિયા 3100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.