વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જેપુર ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મનસુખભાઈ ચોથાભાઈ રાઠોડ ઉ.27 રહે.મેસરિયા અને આરોપી વિશાલ દિનેશભાઇ નંદાણીયા ઉ.28 રહે.રાજકોટ વાળાને રોકડા રૂપિયા 5200 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.