વાંકાનેર : વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી પોલીસ ટીમે માતમ ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી હનીફ ગફારભાઈ રવાણી રહે.માતમ ચોક અને આરોપી હાજીભાઈ ગફારભાઈ રવાણી રહે.માતમ ચોક, લક્ષ્મીપરા, વાંકાનેર વાળાઓને રોકડા રૂપિયા 33,900 તેમજ બે મોબાઈલ ફોન કિમત રૂપિયા 1000 મળી કુલ રૂપિયા 34,900ના મુદ્દામાલ તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.