સાયબર ક્રાઇમની ટીમે બન્ને ગઠિયાઓને જયપુરથી પકડ્યા : અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા તે અંગે આકરી પૂછપરછ કરાશેમોરબી : આરટીઓના ચલણના નામે મોરબીની મહિલા સાથે રૂ.24.34 લાખનું ફ્રોડ કરનાર બે સાયબર ગઠિયાઓને સાયબર ક્રાઇમની ટીમે જયપુરથી પકડી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગઠિયાઓએ અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.13 જૂનના રોજ ફરીયાદી કાજલબેન સવજીભાઈ ગામીના વ્હોટસઅપ ઉપર RTO CHALLAN Apk નામની એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી ઓટીપી મેળવી બેંક એકાઉન્ટ હેકને કરી અલગ-અલગ ટ્રાન્ઝેકશન વડે કુલ રૂ. 24,34,709 ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરવામાં આવી હતી. આ બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ ગુનાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા સાયબર ક્રાઈમ પોલીસ સતત ટેકનીકલ એનાલીસીસ કરી રહી હતી. આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મેળવી આરોપીઓ રાજસ્થાનના જયપુર ખાતે હોય જેથી આરોપીને શોધી કાઢવા તાત્કાલિક ટીમે જયપુર ખાતે જઈ આરોપી અજયસિંધ પ્રેમસિંધ ચૌહાણ ઉ.વ.24 રહે. ગણેશનગર, જયપુર તથા તેજસિંઘ રઘુવીસિપ ગીડ ઉ.વ.24 ડી-૭, વેદ વિલ્લા કોલોની, સ્વેજ ફાર્મ, જયપુર વાળાઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ એન.એ.વસાવા, એએસઆઈ સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા, હેડ કોન્સ.મહીપાલસિંહ વાળા સહિતના રોકાયા હતા.