ચાર પશુઓનો જીવ બચાવી બોલેરો સહિત 2.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોમોરબી : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હાઇવે પરથી પસાર થતા શંકાસ્પદ બોલેરો પીકઅપ વાહનને અટકાવી તલાશી લેતા વાહનમાંથી ચાર પશુઓ ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસે કચ્છના બે શખ્સને ગિરફતમાં લઈ બન્ને વિરુદ્ધ પશુપ્રત્યે ક્રુરતા આચરવા મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઇવે પર પસાર થતા GJ-36-X-9326 નંબરના બોલેરો પિકઅપ વાહનને અટકાવી પોલીસે તલાશી લેતા આરોપી ઓસમાણ સફીમામદભાઈ જત અને સલમ ખુદાનાભાઈ જત રહે.બન્ને નાના સરાડા, ભગાડીયા, કચ્છ વાળાના કબ્જા વાળા વાહનમાંથી ઘાસચારાની વ્યવસ્થા વગર ચાર જીવિત પાડા કિંમત રૂપિયા 12 હજાર મળી આવ્યા હતા.પશુઓને ક્રુરતા પૂર્વક હેરફેર કરવાના બનાવ અંગે પોલીસે ફરિયાદી મનોજભાઈ ઉર્ફે મુનો ગાંડુભાઈ ઝંઝવાડિયાની ફરિયાદના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રુરતા આચરવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી 2 લાખની બોલેરો ગાડી સહિત કુલ 2.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.