અયોધ્યાપુરી રોડ પર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી, મોટર સાયકલ સહિત રૂ.93,700નો મુદ્દામાલ કબ્જેમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગત રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન અયોધ્યાપુરી મેઈન રોડ પર બાતમીને આધારે દરોડો પાડી બે શખ્સોને આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધા હતા અને બે અન્ય શખ્સના નામ ખોલાવી રૂ.93,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મોરબી એ ડિવિઝન પોલીસે ગતરાત્રીના અયોધ્યાપુરી રોડ પર સત્યમ બેટરી નજીક જાહેરમાં દિલ્હી કેપિટલ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચાલી રહેલા આઇપીએલ ટી - 20 ક્રિકેટ મેચ પર જુગાર રમી રહેલા આરોપી અજય ગોપાલભાઈ ભડલકીયા રહે.લીલાપર રોડ મોરબી સાહિતના બે શખ્સોને રોકડા રૂપિયા 3700, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ.40 હજાર તેમજ જીજે - 36 - બીએ - 0430 નંબરનું મોટર સાયકલ કિંમત રૂ.50 હજાર મળી કુલ રૂ.93,700નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.બન્ને આરોપીઓની પૂછપરછમાં મેચના સોદા આરોપી વિશુભા ઝાલા રહે.મોરબી અને આરોપી ઇસ્માઇલ કુરેશી રહે.કબીર ટેકરી મોરબી વાળા પાસે કરાવતા હોવાનું કબુલતા બન્નેને ઝડપી લેવા ચારેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.