સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો માળીયામાં 63 મીમી મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર હેઠળ ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં અઢીથી પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો માળીયામાં 63 મીમી વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ શુક્રવારે સવારે છ વાગ્યાથી આજે શનિવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લાના અનુક્રમે ટંકારામા 84 મીમી, માળિયામાં 63 મીમી, મોરબીમાં 84 મીમી, વાંકાનેરમાં સૌથી વધુ 91 મીમી અને હળવદમા 69 મીમી વરસાદ વરસ્યો હતો. જો કે, આજે સવારે 6થી8 વાગ્યા સુધીમાં જિલ્લામાં ક્યાંય પણ વરસાદ ન વરસ્યો હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.