પોલીસની આંખમાં ધૂળ નાખવા ટ્રેકટર પાછળ ટેન્કરમાં દારૂ છુપાવ્યો : તાલુકા પોલીસે ટેન્કરમાંથી દારૂના વિશાળ જથ્થા સહીત અઢી લાખનો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી જિલ્લામાં દેશીદારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસે તવાઈ ઉતારતા હવે દેશીદારૂના ધંધાર્થી વિદેશી દારૂની જેમ બહારથી દારૂ મંગાવતા થયા છે ત્યારે મોરબી તાલુકા પોલીસે ચોટીલાથી ટ્રેક્ટરની પાછળ ટેન્કરમાં છુપાવીને મંગાવાયેલ દેશી દારૂનો સવા બે હજાર લીટર દારૂના જથ્થા સાથે એક આરોપીને અઢીલાખના મુદામાલ સાથે ઝડપી લઈ દારૂ મંગાવનાર અને લેનારના નામ ખોલાવી તમામ સામે ગુન્હો દાખલ કર્યો છે. મોરબી તાલુકા પોલીસ ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડકોન્સ જયસુખભાઇ પી.વસિયાણીને મળેલી ખાનગી બાતમીને આધારે નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક ટેન્કર સાથે નીકળેલા ટ્રેકટરને ચેક કરતા ટેન્કરના ટાંકામાં પ્લાસ્ટીકના નાના મોટા બાચકામાં દેશીદારૂની લીટર 2250 કિંમત રૂપિયા 45000, તથા ટ્રેકટર કિંમત રૂપિયા 2,00,000 અને મોબાઇલ ફોન નંગ-1 જેની કીમત રૂપિયા 5000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા2,50,000 સાથે આરોપી કલ્પેશભાઇ લાખાભાઇ ચૌહાણ,રહે.ચીરોડા ગામ તા.ચોટીલાવાળાને ઝડપી લીધો હતો. વધુમાં દેશી દારૂનો આ જંગી જથ્થો મોરબી ત્રાજપરના ધનસુખભાઇ ઉર્ફે મયો અને જંગીભાઈ કોળી નામના શખ્સોએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું ઉપરાંત દારૂનો આ જથ્થો ચોટીલા તાલુકાના ચીરોડા ગામના જયંતીભાઇ દેવશીભાઇ ચૌહાણ, ફરીદાબેન જયંતીભાઇ ચૌહાણે મોકલ્યો હોવાની આરોપીએ કબૂલાત આપતા મોરબી તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ સફળ કામગીરી મોરબી તાલુકા પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ પી.વસીયાણી,જગદીશભાઇ ડાંગર, શૈલેશભાઇ પટેલ, પો.કોન્સ.પીયુષભાઈ બકુત્રા તથા દિનેશભાઇ ડાંગર સહિતના સ્ટાફે કરી હતી