સવારથી બપોર સુધીમાં છ કલાકમાં મોરબીમાં સૌથી વધુ સવા ચાર ઇંચ, ટંકારામાં પોણા ચાર ઇંચ, હળવદ અને માળીયામાં અઢી ઈંચ તેમજ વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલુ છે. તેવામાં સવારે 10થી 12 વાગ્યા સુધીમાં બે જ કલાકમાં માળીયામાં અઢી ઇંચ, મોરબીમાં પોણા બે ઇંચ, હળવદમાં દોઢ ઇંચ અને ટંકારામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. આમ આજના દિવસમાં સવારથી બપોર સુધીમાં છ કલાકમાં મોરબીમાં સૌથી વધુ સવા ચાર ઇંચ, ટંકારામાં પોણા ચાર ઇંચ, હળવદ અને માળીયામાં અઢી ઈંચ તેમજ વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. સવારે 10થી 12 સુધીનો વરસાદ (2 કલાક)● માળિયા 63 mm ● મોરબી 44 mm● ટંકારા 33 mm● વાંકાનેર 12 mm● હળવદ 39 mmસવારે 6થી 12 સુધીનો વરસાદ (6 કલાક)માળિયા 69 mmમોરબી 109 mmટંકારા 93 mmવાંકાનેર 45 mmહળવદ 65 mm