વાહનચાલકોને પાનેલી રોડ તથા સેટમેક્સથી પેંગવિન સિરામિક વાળા રોડ ઉપરથી જવા અપીલમોરબી : વાંકાનેર નજીક રાતાવિરડા- સરતાનપર વચ્ચે સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે સુધીના રોડનું કામ 20 સપ્ટેમ્બર સુધી ચાલુ છે. જેથી વાહન ચાલકોને બે વૈકલ્પિક રૂટ ઉપરથી આવવા-જવા અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાતાવિરડાથી સરતાનપર વચ્ચે સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે સુધીનો 2 કિમિનો રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે. 20 સપ્ટેમ્બર સુધી આ રોડનું કામ ચાલુ રહેવાનું છે. જેથી વાહનચાલકોને પાનેલી રોડ અથવા સેટમેક્સથી પેંગવીન સિરામિક આ બે વૈકલ્પિક રૂટ લેવા અપીલ કરવામાં આવી છે. તેમ ધીરેનભાઈ કાસુન્દ્રાની યાદીમાં જણાવાયું છે.