કાજરડા ગામના બે આરોપીઓને ભાવનગર અને સુરત જેલમાં મોકલી અપાયા મોરબી : મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના માલધારીઓની ગાયો ચરાવવા રાખવાના નામે અનેક ગાયોની કત્લેઆમ કરી નાખનાર માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામના બે શખ્સો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરવામાં આવતા આ દરખાસ્ત મંજુર થતા બન્ને આરોપીઓને અલગ -અલગ સુરત તેમજ ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી માલધારી લોકો પાસેથી ગાયો ચરાવવાના નામે લઈ જઈ બાદમાં ગાયોની કતલ કરી નાખનાર આરોપી અયુબભાઇ જાનમામદભાઇ મોવર રહે. કાજરડા તેમજ ફીરોજભાઇ મહેબુબભાઇ કટીયા રહે.કાજરડા વાળા વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવતા માળીયા મિયાણા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી અનુક્રમે સુરત તેમજ ભાવનગર જેલમાં ધકેલી દીધા હતા.