માળીયા : માળીયા મીયાણા પોલીસે શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરીને તેમને જેલ હવાલે કર્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન દ્વારા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ત્યારે આજે ૧૪/૦૮/૨૦૨૫ ના રોજ માળીયા મીયાણા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ વોરંટની બજવણી કરવામાં આવી હતી અને આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જેમાં યુસુફભાઈ ઉર્ફે ભાણો અલ્લારખાભાઈ સંધવાણી (ઉંમર ૨૩ વર્ષ)ને ભાવનગર જિલ્લા જેલ તેમજ ઈકબાલભાઈ ઉર્ફે ઈકો હાજીભાઈ મોવર(ઉંમર ૪૫ વર્ષ)ને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે.