એ ડિવિઝન પોલીસે કારમાં અડધી બાટલી દારૂ સાથે યુવકને દબોચ્યોમોરબી : મોરબી શહેરમાં અલગ અલગ બે દરોડામાં પોલીસે દારૂ બિયર સાથે બે શખ્સને ઝડપી લીધા હતા જેમાં શનાળા માર્કેટિંગ યાર્ડ પાસે કારમાં દારૂની અડધી ભરેલી બોટલ લઈને નીકળેલા શખ્સને ઝડપી લઈ 2 લાખની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે રવાપર રોડ પર બાપાસીતારામ ચોક પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી નવીન શિવાભાઈ ડાભી ઉ.38 રહે.નરસંગ ટેકરી પાછળ, હીરાસર રોડ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી રૂ.300ની કિંમતના 3 બિયરના ટીન મળી આવતા પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં પોલીસે માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થતી જીજે - 36 - એફ - 9248 નંબરની કાર અટકાવી તલાશી લેતા આરોપી યશ હર્ષદભાઈ પટેલ ઉ.28 રહે.બાપાસીતારામ ચોક, ગોલ્ડન એપાર્ટમેન્ટ વાળાના કબજામાંથી વિદેશી દારૂની 500 મીલી ભરેલી બોટલ કિંમત રૂ.500 મળી આવતા રૂ.2 લાખની કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.