મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને વિદેશી દારૂના સાત ચપલા સાથે ઝડપી લીધા હતા.પ્રથમ દરોડામાં લાતીપ્લોટ 8મા ગેસના ગોડાઉન પાસેથી આરોપી અલ્તાફ હજીભાઈ ખોડ રહે.જોન્સનગર વાળો વિદેશી દારૂના 5 ચપલા કિંમત રૂપિયા 1625 સાથે ઝડપાઇ ગયો હતો. જ્યારે બીજા દરોડામાં જુના બસસ્ટેન્ડ પાસે પ્રભાત હોસ્પિટલ પાસેથી પોલીસે આરોપી આરીફ પરેલમિયા બુખારી રહે.જોન્સનગર વાળાને વિદેશી દારૂના 2 ચપલા કિંમત રૂ.240 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 સહિત રૂ.5240નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.