સાળા અને બનેવીએ સાથે મળી હત્યા કરી યુવકના બે ભાઈને પાઈપના ઘા ઝીકયા હતામોરબી : મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક બે દિવસ પૂર્વે પોતાની બહેન સાથે મોબાઈલમાં મેસેજ વાતચીત કરતા કૌટુંબિક સાળાની હત્યા કરનાર બનેવી અને તેના સાળાને મોરબી એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બે દિવસ પૂર્વે આરોપી આસિફ અલિયાસભાઈ દલ ઉ.26 અને આરોપી હુસેન અભરામભાઈ ઉર્ફે ઇબ્રાહિમભાઈ સાઈચા ઉ.28 નામના સાળા બનેવીએ સાથે મળી આસિફની બહેન સાથે મોબાઈલમાં વાતચીત મેસેજ કરતા અબ્બાસ અબ્દુલભાઇ સોતા ઉ.29 રહે.ન્યુ નવલખી નામના યુવકને વાતચીત કરવા બોલાવી છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.સાથે જ આરોપીઓએ મૃતક અબ્બાસના ભાઈ હસન અને સુલતાન સોતાને પાઈપના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યા અને હત્યાની કોશિશ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.દરમિયાન મોરબી એલસીબી ટીમે હત્યાના આ બનાવમાં બન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.