મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઈન્દિરાનગર વિસ્તારમાં બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા આરોપી કનુભાઈ વાલજીભાઈ વાઘેલા રહે. કુબેર ટોકીઝ પાસે,મફતીયાપરા, મોરબી અને નટુભાઈ બાબુભાઈ લુવારીયા રહે. કાંતીનગર, પેટ્રોલપંપ પાછળ, મોરબી વાળાને રોકડા રૂ.૩,૨૦૦ સાથે ઝડપી લઈ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.