વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના દાતાર વિસ્તારમાં આવેલ મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સલીમશા રસુલશા શાહમદાર રહે.ગાયત્રીમંદિર સામે, વાંકાનેર અને આરોપી શામજીભાઈ નાગજીભાઈ વાઘેલા રહે.તિથવા ગામ, તા.વાંકાનેર વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1660 તેમજ જીજે - 36 - એએન - 8314 નંબરનું બાઈક કિંમત રૂપિયા 30 હજાર મળી કુલ રૂ.31,660નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.