મોરબી એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બન્ને આરોપીઓને દબોચી લીધા મોરબી : મોરબી-ટંકારામાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા બે આરોપીઓને મોરબી એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધા હતા અને મોરબી એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બન્ને આરોપીઓને દબોચી લઈ આગળની તજવીજ હાથ ધરી છે. મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની સૂચના અન્વયે એલસીબીના પીએસઆઇ એન.બી.ડાભી તથા એલ.સી.બી, પેરોલ-ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા.તે દરમ્યાન પેરોલ-ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટંકારામાં દારૂના ગુનાના છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી લેખરાજસીંગ મદનસીંગ ચૌહાણ ઉ.વ. ૩૧ રહે. મુળ મસીનીયા ગામ તાજી.અજમેર (રાજસ્થાન) હાલ રહે. બ્યાવર,ઉદયપુરરોડ ચુંગીનાકા તાબ્યાવર જી. અજમેર રાજસ્થાન વાળા તેમજ મોરબી સીટી એ ડીવીજનના દારૂના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતો ફરતો આરોપી નરેનદ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા ઉ.વ. ૨૧ ધંધો ખેતી રહે હાલ રાપર અયોધ્યાપુરી સોસાયટી માલી સમાજની વાડીની બાજુમાં તારાપર જી.કચ્છ મુળ ગામ ગેડી તારાપર જી.કચ્છ વાળાઓને ઝડપી લીધા હતા. આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ., એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વિરજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા રણવીરસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયાએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..