અહીં રોડ ક્રોસ કરતા વાહનો હડફેટે ચડી રહ્યા હોવાથી સ્પીડબ્રેકર મુકવા સ્થાનિકોની માંગમોરબી : મહેન્દ્રનગર ચોકડીથી આગળ હાઇવે પર એક જ જગ્યાએ રોડ ક્રોસ કરતી વેળાએ બે દિવસમાં બે અકસ્માત સર્જાયા છે. ત્યારે અહીં હાઇવે પર સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી- હળવદ રોડ ઉપર મહેન્દ્રચોકડી આગળ સિવાય પેટ્રોલ પંપ સામે રસ્તો ક્રોસ કરતા વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે એક બાઇક હડફેટે આવી ગયું હતું. જ્યારે આજે કાર રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે એક ટ્રક તો ઉભો રહી ગયો હતો. પરંતુ પાછળથી બીજા ટ્રકે ઠોકર મારતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અહીં આર એન્ડ બી દ્વારા સ્પીડબ્રેકર બનાવવામાં તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.