વોર્ડમાં માત્ર બે મહિલા સહિત 5 ફોર્મ ભરાયા, 50% મહિલા અનામત હોવાથી કોંગ્રેસના 2 મહિલા ઉમેદવારો બિનહરીફ : હાલ 2 બેઠકના જંગમાં 2 કોંગ્રેસ અને 1 બસપાના ઉમેદવાર, ભાજપે આખા વોર્ડમાં કોઈ ઉમેદવાર જ નહોતો ઉતાર્યોમોરબી : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં મોટુ ટ્વીસ્ટ જોવા મળી રહ્યું છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની તમામ બેઠકો ઉપર કાંટે કી ટક્કર જેવો માહોલ બન્યો છે. તેવામાં વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર 4માં કઈ કર્યા વગર જ કોંગ્રેસના ખાતામાં બે બેઠકો આવી ગઈ છે. હજુ આ જ વોર્ડમાં વધુ એક બેઠક પણ કોંગ્રેસના ખાતામાં નિશ્ચિત છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં.4માં કુલ 5 ફોર્મ ભરાયા છે, જેમાં 4 કોંગ્રેસના અને 1 બસપાના ઉમેદવારનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ભાજપે આ વોર્ડમાં એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નથી. વર્ષોથી આ વોર્ડમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે જ સીધી ટક્કર જોવા મળતી હોય છે. વોર્ડ નંબર 4 માં બે મહિલા અનામત બેઠકો સામે મહિલા ઉમેદવારો પણ બે જ છે. એકતા હસમુખભાઇ ઝાલા અને અફસાનાબેન ઇરફાનભાઇ પીપરવાડીયા આ બન્ને મહિલા ઉમેદવારો કોંગ્રેસના જ છે. જેના કારણે આ બંને બેઠકો કોંગ્રેસના ખાતે ચૂંટણી લડ્યા વગર જ ચાલી ગઈ છે. 15 તારીખે ચિત્ર સ્પષ્ટ થશે: વધુ બે બેઠકો બિનહરીફ થવાની શક્યતાહવે બાકી રહેતી 2 બેઠકો માટે 3 પુરુષ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મહંમદભાઇ રહેમાનભાઇ રાઠોડ (કોંગ્રેસ), અશરફ અનવરભાઇ ચૌહાણ (કોંગ્રેસ) અને ઝાકિરહુશેન મહમદહનીફ મેસાણીયા (બસપા)નો સમાવેશ થાય છે. જો આગામી 15 તારીખ સુધીમાં આ 3 માંથી કોઈ પણ 1 ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી લે, તો બાકીના 2 ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થશે. જો કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ખેંચશે તો 1 બેઠક કોંગ્રેસ અને 1 બસપાના ફાળે જશે, પરંતુ જો બસપાના ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો વોર્ડની ચારેય બેઠકો કોંગ્રેસના ફાળે બિનહરીફ જશે.#Wankaner #MorbiUpdate #Election2026 #WankanerNagarpalika #Congress #BSP #GujaratPolitics #UncontestedElection