વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીની પુત્રીઓ હવે રાજ્યકક્ષાએ રમશે વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડ શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતીની જુડવા દીકરીઓએ કરાટે ચેમ્પિયનશિપમાં જીત મેળવી રાજ્યકક્ષા માટે ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોશિયન (જેકેએફ વાડોકાઇ જાપાન) વાણી આર્ટ એકેડમી, જય ચૌહાણ દ્વારા વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ રાજકોટ ખાતે ડિસ્ટ્રીકટ કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ધોરણ- 1 થી 5ના 245 બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી પરમાર નમ્રતાબા અને પરમાર વિરેન્દ્રસિંહના ધોરણ -1માં અભ્યાસ કરતી જુડવા દીકરી સ્નેહલબાએ કુમેત કેટેગરીમાં ત્રીજો ક્રમ અને સ્નેહાબાએ બીજો ક્રમ મેળવીને રાજપૂત પરમાર પરિવારનું અને સનરાઈઝ સ્કૂલ, રેલનગર, રાજકોટનું ગૌરવ વધાર્યું છે.વિજેતા બન્ને દીકરીઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા.બન્ને દીકરીને કોચિંગ તેમના માતા નમ્રતાબા પરમાર અને જય ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું હતું. હવે બન્ને ભાવનગર ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનાર હોય શુભેચ્છકો દ્વારા બન્ને દીકરીઓને શુભેચ્છાઓ મળી રહી છે.