મોરબી : મોરબીમાં આજે તારીખ 11 જાન્યુઆરી ને શનિવારે સાંજે 5 કલાકે મોરબીના ઉમા સંકુલ સામે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે બઘેલ પાલ સમાજ દ્વારા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે. યુવા બધેલ ગ્રુપ દ્વરા સાંજે 5 થી 7-30 વાગ્યા સુધી રોપા વિતરણ કરાશે.મહત્વનું છે કે, પંચમુખી હનુમાનજી મંદિરે સમસ્ત બઘેલ પાલ સમાજના સહયોગથી સર્વ જન કલ્યાણ હિતાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ કથા 6 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને 12 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. 13 જાન્યુઆરીના રોજ હવન પૂર્ણાહુતિ અને ભંડારાનું આયોજન કરાયું છે. અખિલ ભારતીય સનાતન અયોધ્યાના આચાર્ય રાષ્ટ્રીય સંત નિત્યાનંદ બાપુજી વ્યાસપીઠ પર બિરાજીને કથાનું રસપાન કરાવી રહ્યા છે.