મોરબી: મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં આજે તારીખ 25 ડિસેમ્બરે સવારે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તુલસી દિવસની ઉજવણી પ્રસંગે સાર્થક વિદ્યામંદિરમાં યજ્ઞ, તુલસી પૂજન અને તુલસીની આરતી કરવામાં આવી હતી. સાથે જ ઘરે ઘરે તુલસી ક્યારો હોય તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા, સેવા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા એમ પાંચ અલગ અલગ ક્ષેત્રમાં સન્માન આપવામાં આવ્યા હતા અને રાહત દરે ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું.