મોરબી : નવયુગ વિદ્યાલય મોરબી ખાતે તુલસી દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યુ હતું. તેમજ 108 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત તુલસીનું મહત્વ સમજવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓ દ્વારા તુલસી દિવસની અદભુત સ્પીચ આપવામાં આવી હતી અને તુલસી નૃત્ય કરવામાં આવ્યુ હતું. તથા સામુહિક ગીતાના શ્લોકનું પઠન અને રંગપૂરણીનું આયોજન કરી સાચા અર્થમાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવ મેનેજીંગ ડિરેક્ટર નીલશભાઈ અઘરા, પ્રિન્સિપાલ સંતોકી તેમજ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.