વાંકાનેર : મંગળવારે સાંજે વાંકાનેરમાં વધુ 2 કેસ કોરોનાના નોંધાયા છે. જેમાં એક કેસ વિવેકાનંદ સોસાયટી અને એક કેસ અમરનાથ સોસાયટીમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 386 થઈ ગયો છે. મોરબી જિલ્લામાં મંગળવારે બપોરે મોરબી શહેરમાં એક કેસ નોંધાયા બાદ સાંજે વાંકાનેરમાં 2 કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 65 વર્ષના પુરુષ અને વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા 80 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ જામનગરની સરકારી લેબમાં પોઝિટિવ આવ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 386 થઈ ગયો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/