વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જિલ્લામાં મોરબી તાલુકા પછી સૌથી વધુ કેસ વાંકાનેરમાં નોંધાયા છે. ત્યારે આજે 18 ઓગસ્ટ, મંગળવારે બપોરે વાંકાનેર શહેરમાં વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેરના ભરવાડપરા શેરી નં. 7માં રહેતા 65 વર્ષના પુરુષ અને ભરવાડપરા શેરી નં. 4માં રહેતા 58 વર્ષના પુરુષ તેમજ વાંકાનેરમાં દરબારગઢની સામે રહેતા 54 વર્ષના પુરુષ અને પેડક વિસ્તારમાં દિગ્વિજય નગરમાં રહેતા 31 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે વાંકાનેર તાલુકાના કુલ કેસનો આંકડો 63 થઈ ગયો છે. અને મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 677 પર પોહચી ગયો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/