ત્રણથી ચાર-ચાર ધક્કા ખાવા છતાં નાગરિકોના દાખલા નીકળતા નથી, 400 લોકોને ટોકન અપાઈ છે, દાખલા નીકળે છે 250 : સર્વરના ધાંધિયાને કારણે વહેલી સવારથી સાંજ સુધી કતારમાં ઉભા રહેવા લોકો મજબુરમોરબી : મોરબી કોર્પોરેશન બનવા છતાં લોકોને જન્મ મરણના દાખલા કઢાવવામાં હેરાનગતિ યથાવત છે. હાલમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી હોવાથી જન્મના દાખલા કઢાવવામાં લોકો વહેલી સવારથી સાંજ સુધી ટોકન લઈ ઉભા રહેતા હોવા છતાં ત્રણથી ચાર ધક્કા ખાવા છતાં જન્મના દાખલા મળતા ન હોવાની ફરિયાદ ઉઠી છે.મોરબી શહેર અને જિલ્લામાં આરટીઇ એટલે કે, રાઈટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરવાના ખરા સમયે જ મહાનગર પાલિકામાં જન્મના દાખલા કઢાવવામાં તેમજ જન્મના દાખલા ડીજીટલાઇઝેશમા લોકોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે. મહાનગર પાલિકાના સાત કોમ્પ્યુટર વચ્ચે દરરોજ 250 જેટલા દાખલા કાઢવાની કેપેસિટી સામે 300થી 400 ટોકન આપવામાં આવતા હોવાથી બાકીના નાગરિકોને સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં જન્મના દાખલા મળતા ન હોવાથી લોકોને વિલા મોઢે પરત જવી પડી રહ્યું છે.મહાનગર પાલિકાના સતાવાર સૂત્રોએ ટેક્નિકલ પ્રોબ્લેમ અને સર્વરની સમસ્યાના કારણે આ સ્થિતિ સર્જાતી હોવાનો સ્વીકાર કર્યો હતો.મોરબીની હોસ્પિટલોને બે ઝોનમાં વહેંચી દીધા બાદ પ્રશ્ન હલ થશે : આરોગ્ય અધિકારીમોરબી મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી રાહુલ કોટડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં આરટીઇના ફોર્મ ભરાતાં હોવાથી રૂટિનથી વધારે અરજદારો આવી રહ્યા છે. હાલમાં સાત ઓપરેટરો દ્વારા કામગીરી કરવામાં આવતા સાંજ સુધીમાં 250 જેટલા દાખલા નીકળે છે. આવનાર દિવસોમાં શહેરની હોસ્પિટલને બે ઝોનમાં વહેંચી અલગ અલગ પાર્ટ પાડી નાખવામાં આવશે જેથી સમસ્યા હલ થશે.ત્રણ - ત્રણ ધક્કા ખાવા છતાં દાખલો નથી મળ્યો : બાબુભાઇ મૂછડીયામોરબીના લાલપરથી જન્મના દાખલામાં સુધારા માટે આવેલા બાબુભાઇ મૂછડીયાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી તેમનો પુત્ર અહીં ધક્કા ખાય છે આજે મારો 130મો વારો છે છતાં હજુ સુધી મારો વારો આવ્યો નથી.સ્ટાફ નાગરિકોને ધક્કા ખવડાવે છે : દિપક રાણેવાડીયામોરબી તાલુકાના ખરેડા ગામના વતની દીપકભાઈ રાણેવાડિયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન કેપેસિટી કરતા વધુ ટોકન કાઢે છે જેથી માણસો ટોકન લઈને ખાધા પીધા વગર સવારથી સાંજ સુધી બેસી રહે છે.સાંજ પડતા જ હવે તમારો વારો નહિ આવે તેવું કહી કોર્પોરેશનનો સ્ટાફ ધક્કા ખવડાવી હેરાન કરી રહ્યા હોવાનું રોષ સાથે જણાવ્યું હતું.