ટ્રસ્ટી રાજુભાઈ મહેતાના અનોખા અને આવકારદાયક પગલાને બિરદાવતા માવતરો; આશીર્વાદ સાથે શુભેચ્છાઓનો વરસ્યો વરસાદમોરબી : કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ સંચાલિત મોરબી ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં બાલાશ્રમના ટ્રસ્ટી અને વૃદ્ધાશ્રમનો વહીવટ સંભાળતા રાજુભાઈ જયસુખલાલ મહેતાએ પોતાના જન્મદિવસની એક અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરી હતી. તેઓએ વૃદ્ધાશ્રમના વડીલોના પગ ધોઈને તેમનું પૂજન કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.રાજુભાઈ મહેતાએ વૃદ્ધાશ્રમના તમામ માવતરોના પંચામૃતથી પગ ધોઈ, તિલક કરી અને મોઢું મીઠું કરાવીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે ઉપસ્થિત તમામ માવતરોએ ભાવુક થઈને તેમના દુખણા લીધા હતા અને સમાજના આવા સેવાલક્ષી કાર્યો કરવા માટે પરમાત્મા તેમને વધુ શક્તિ આપે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે બાલાશ્રમના અન્ય ટ્રસ્ટીઓએ પણ રાજુભાઈને આશીર્વાદ પાઠવી શુભેચ્છા વરસાવી હતી.જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલો સાથે આનંદ-પ્રમોદમાં ઉત્સાહભેર ભાગ લઈને તમામ વડીલો તથા આમંત્રિતોએ આ પ્રશંસનીય કાર્યની ભારે સરાહના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટે સંસ્થાના મેનેજર કિરણબા વાઘેલા તથા પરેશભાઈ કીકાની દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શાહ પરિવાર દ્વારા પણ પોતાના જન્મદિવસની યાદગાર ઉજવણી વૃદ્ધાશ્રમના માવતરોના આશીર્વાદ સાથે કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સુંદર પરંપરાને હવે સમાજના અન્ય લોકો પણ આગળ વધારી રહ્યા છે, જે ખૂબ જ આવકારદાયક બાબત છે.#Morbi #MorbiUpdate #Vrudhashram #BirthdayCelebration #SocialWork #Rajkot #KathiawadNirashritBalashram #Inspiration #ElderlyCare #MorbiNews