ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિકાસ કાર્યો અને ભાવિ આયોજનોની રૂપરેખા અપાઈ : જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, સ્વચ્છતા જાળવવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને વ્યસન મુક્તિ સહિતના સંકલ્પો લેવાયામોરબી : કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના સફળ અને અવિરત 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે સરકારની અદ્વિતીય ઉપલબ્ધિઓ, જનહિતની વિવિધ યોજનાઓ અને દેશના સર્વાંગી વિકાસની ગાથાને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી 'વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લામાં 13.06.2026 ના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સંમેલન યોજાયું હતું.સંમેલન બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા અને મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ મોરબી જિલ્લામાં સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજનોની વિસ્તૃત માહિતી મીડિયાના માધ્યમથી જનતા સમક્ષ મૂકી હતી.આ તકે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું સ્થાન મજબૂત થયું છે. આ 12 વર્ષમાં ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. છેલ્લા 12 વર્ષમાં દેશની સાથે સાથે ગુજરાતે પણ નવા સિમાચિહ્નો સર કર્યા છે. ત્યારે ગુજરાતની જનતા વતી વડાપ્રધાનને અભિનંદન પાઠવું છું.સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અનેક કાર્યો થયા છે. જેનાથી લોકોમાં વિશ્વાસ ઉભો થયો છે. મોરબી જિલ્લામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘરે ઘરે શૌચાલય બનાવવા, ખેડૂતોને સન્માનનિધિ યોજનાનો લાભ અને ગેસ કનેક્શન જેવી અનેક યોજનાઓનો લાભ મળ્યો છે.આ ઉપરાંત વિવિધ સંકલ્પો લેવામાં આવ્યા હતા. જેમાં જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, સોશિયલ મીડિયામાં આવતા મેસેજની યોગ્ય તપાસ કરીને જ ફોરવર્ડ કરવા, સ્વચ્છતા જાળવવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને વ્યસન મુક્તિ સહિતના સંકલ્પો લેવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમમાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા, મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, જીતુભાઈ સોમાણી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, મહેશભાઈ લિખિયા, જયંતીભાઈ કવાડિયા અને વિવિધ મંડળોના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #NarendraModi #BJP #MorbiBJP #Kamalam #VishwasVikasJankalyan #PressConference #Gujarat #GujaratiNews