રેલવેબ્રિજ નીચે ઉંચા ઉભારો ભરીને નીકળેલો ટ્રક ફસાઈ જતા એક કલાકથી ટ્રાફિક જામમોરબી : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેરમાં રેલવે બ્રિજ નીચે પસાર થતા ઉંચી હાઈટ વાળા વાહનો માટે મુકવામાં આવેલ લોખંડના ગડરમાં ટ્રક ફસાઈ જતા છેલ્લા એકાદ કલાકથી ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેરમાં રેલવે બ્રિજ નીચે ઉંચાઈ વાળા વાહનો ફસાઈ ન જાય તે માટે લોખંડના ગડર સાથે બેરીકેટ મુકવાના આવ્યા છે જેમા આજે સવારના સમયે વધુ ઉંચાઈ સુધી ગુણીઓ ભરેલી ટ્રક ફસાઈ જતા લોખંડનું ગડર તૂટી જવાની સાથે ટ્રક ફસાઈ જતા એક કલાકથી વધુ સમયથી નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.