મોરબી : નવલખી રોડની બિસ્માર હાલતને પગલે અહીં અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે. તેવામાં ગઈકાલે એક ટ્રક પલ્ટી મારી ગયો હતો. તે જ જગ્યાએ આજે બીજું એક ડમ્પર નમી ગયું હતું. આ ઉપરાંત સાઈડમાંથી નીકળવા જતા બે ટ્રક પણ ફસાઈ ગયા હતા. આ રોડ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.