ટંકારા પોલીસે 14352 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો : બે શખ્સો સામે નોંધાયો ગુનોટંકારા: આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસે નેકનામ-પડધરી રોડ પરથી એક બંધ બોડીના ટ્રકમાંથી 14352 નંગ વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂપિયા 59,94,000 નો મુદ્દામાલ જપ્ત કરી મોટી સફળતા મેળવી છે.ટંકારા પોલીસ ઇન્સ્પેકટર જે.ડી. ઝાલાએ ચાર્જ સાંભળતા જ પ્રથમ દિવસે દારૂની મોટી રેડ પાડી છે. પીએસઆઇ જે.કે. રાણા અને પીએસઆઇ એસ.એન. સગારકા સહિતના સ્ટાફે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નેકનામ-પડધરી રોડ પરથી પસાર થતા LPT 407 બંધ બોડીના ટ્રક (નંબર- GJ-14-Z-6857) ને અટકાવી તલાશી લીધી હતી.તલાશી દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રૂપિયા 56,94,000 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની (વોડકા અને વ્હિસ્કી) 14352 નંગ વિદેશી દારૂની બોટલો, રૂપિયા 3,00,000 ની કિંમતનો LPT 407 બંધ બોડીનો ટ્રક (નંબર- GJ-14-Z-6857) મળી કુલ રૂ. 59,94,000/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ટ્રક ચાલક અને નવઘણભાઇ મોહનભાઇ બાંભવા (રહે. શનાળા બાયપાસ તુલસીપાર્ક, મોરબી) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીનો મોરબીમાંથી પણ દારૂનો મોટો જથ્થો પકડાયોમોરબીનસીટી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ નજીક આવેલ ગુલાબનગરમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ દરોડો વિદેશી દારૂની 9924 બોટલ કબ્જે કરી પોલીસે કુલ રૂપિયા 57,43,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટંકારા પોલીસની દારૂની રેડમાં નવઘણ બાંભવા નામના આરોપીનું નામ ખુલ્યું છે. આ શખ્સનું નામ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પકડાયેલા દારૂના જથ્થામાં પણ સામે આવ્યું છે. #MorbiUpdate #Tankara #MorbiNews #GujaratPolice #LiquorSeized #CrimeNews #TankaraPolice #Morbi