મોરબી : માળીયા કચ્છ હાઇવે ઉપર હરીપર ઓવરબ્રિજ ઉપર પુરપાટ ઝડપે જતા ટ્રક ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને સામેની તરફ ધસી ગયા બાદ સામેથી આવતા ટ્રક સાથે અથડાતા ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા કચ્છ હાઇવે ઉપર હરીપર ગામના ઓવરબ્રિજ ઉપર જી.જે-૧૨-બી.એકસ-૭૭૬૪ નંબરના ટ્રક ચાલક પપ્પુકુમાર લાલમુની યાદવે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવી ડિવાઈડર કુદાવી સામેથી આવતા ટ્રક નંબર જી.જે-૧૨-બી.ડબલ્યુ-૪૪૩૬ સાથે અથડાવી અકસ્માત સર્જતાં ટ્રક ચાલક પપ્પુકુમાર લાલમુની યાદવનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં સામેવાળા ટ્રક ચાલક બુલારામ પુરખારામ માન્જુ રહે.રાજસ્થાન વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.