મોરબી : મોરબી શહેરમાં ટ્રકચાલકે સ્ટેરીંગ પરનો કાબુ બાઈકસવારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે તા. 18ના રોજ મોરબીમાં વાવડી ચોકડી નજીક ટ્રક નં. એમએચ-૪૩-વાય-૭૬૦૯ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ટ્રક મો.સા. નં જીજે-૩-એફએફ-૬૫૧૨ સાથે ભટકાડી દીધું હતું. આથી, બાઇકસવાર જયેશભાઇ જગજીવનભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું છે. હાલમાં પોલીસે આરોપી ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.