વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર હિમાલયા કારખાના પાસે ગઈકાલે પોતાનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી સંજયભાઈ બાબુભાઇ સોલંકી રહે.રાજાવડલા વાળાનું બાઈક બંધ પડી જતા નેશનલ હાઇવે પર પસાર થતા અન્ય બાઈક ચાલકે બાઈક ઉભું રાખી બાઇકમાં દોરી બાંધી લઈ જવા રોડની સાઈડના ઉભા હતા ત્યારે જીજે - 15 - એવી -5108 નંબરના ટ્રક ચાલકે બન્ને મોટર સાયકલને હડફેટે લેતા ફરિયાદી સંજયભાઈ સાહેદ માવજીભાઈ તેમજ મદદ માટે ઉભા રહેલા અન્ય બાઈક ચાલક સુખદેવભાઈ પાટડીયા રહે.મકનસર વાળાઓને ઇજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.