ટંકારા : ટંકારાના ભાગોળે ટ્રાફિકથી ધમધમતા એવા રાજકોટ-મોરબી હાઈવે પર કોઈ ટ્રક ચાલક રેતીનો ઢગલો કરીને ચાલ્યો ગયો છે. જેના કારણે રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રોડ પર જ મસમોટો રેતીનો ઢગલો કરી દેવાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. વાહનચાલકો કહી રહ્યા છે કે આસપાસના સીસીટીવી ચેક કરીને રેતીનો ઢગલો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.