મોરબી : મોરબી -માળીયા હાઇવે પર સાદુળકા ગામની સીમમાં આવેલ સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા RJ-20-GC-2351 નંબરના ટ્રકની કેબિનમાંથી ટ્રક ચાલક ગગનસીંગ ભજનસીંગ ઉ.33 રહે.વોર્ડ નં.14, શ્વાન ચોક ગુરુદ્વારા નજીક, કટરા, જમ્મુ કશ્મીર વાળનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.