હળવદ : હળવદ - અમદાવાદ હાઇવે ઉપર નવા દેવળીયા નજીક રોડ ઉપર બંધ પડેલા આરજે - 48- જીએ - 0533 નંબરના ટ્રક ચાલકે કોઈ રીફલેક્ટર કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર ટ્રકને ઉભો રાખી દેતા તા.3ના રોજ વહેલી સવારે બંધ પડેલા આ ટ્રક પાછળ જીજે - 03 - બીવી - 6618 અથડાતા જોરદાર અકસ્માતમાં રાજસ્થાનના વતની અને હાલમાં ગાંધીધામ રહેતા ટ્રક ચાલક મોકમસિંગ ખુમાનસિંગ રાવત ઉ.31વાળાનું ટ્રકની કેબિનમાં દબાઈ જતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કાકા અર્જુનસિંહ નારાયણસિંહ રાવતે હળવદ પોલીસ મથકમાં રોડ ઉપર ટ્રક પાર્ક કરનાર આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.