બાઇક ચાલકને હડફેટે લઈને તેનું મૃત્યુ નિપજાવી નાસી જનાર અંજારના ટ્રક ડ્રાઇવરને ઝડપી પાડતી તાલુકા પોલીસ મોરબી : મોરબી તાલુકાના માળીયા મોરબી નેશનલ હાઇવે ઉપર લિયોલી કારખાના પાસે રોડ ઉપર બાઇક ચાલકને હડફેટે લઈને તેનું મૃત્યુ નિપજાવી નાસી જનાર ટ્રક ડ્રાઇવરને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૧૧ના રોજ મોરબી તાલુકાના માળીયા મોરબી નેશનલ હાઇવે ઉપર લીયોલી સિરાકમીક નજીક સુધીરભાઇ કાળુભાઇ લાવડીયા ઉ.વ ૩૪ રહે-ગામ મેઘપર (દેરાળા) તા.માળીયાવાળા પોતાનુ GJ-36-C- 9770 નંબરનું બાઇક લઇને મેઘપરથી મોરબી જતા હતા. ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે વાહન પુર ઝડપે ચલાવી સુધીરભાઇને હડફેટે લઇ અકસ્માત કરી સુધીરભાઇનું મૃત્યુ નિપજાવી પોતાનું વાહન લઇ નાશી ગયેલ હોય જે મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી ટેકનીકલ સોર્સના માધ્યમથી તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ગુન્હો શોધી કાઢવાના પ્રયાસ કરતા અકસ્માત સર્જનાર ટ્રક નંબર-GJ-12-A2-5214 જીગર જીતેન્દ્રભાઇ ગઢવી રહે.વાવોર તા.મુંદ્રા જી.કચ્છ વાળાનો હોવાનું જાણવા મળતા તેઓનો સંપર્ક કરતા ડ્રાઇવર તરીકે ગોપાલભાઇ કારાભાઇ બતા રહે.લાખાપર તા.અંજાર જી.કચ્છ વાળો હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં ગોપાલભાઇ લાખાભાઇ બતાનો સંપર્ક કરી પુછપરછ કરતા તેમે ગુન્હાની કબુલાત આપી હતી. જેથી તેની અટકાયત કરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ બી.એ.ગઢવી, વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા,પો.હેડ કોન્સ,દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, પો.કોન્સ.વિજયભાઇ સવસેટા, ભગીરથભાઇ લોખીલ,રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદિપભાઇ પટેલ,પંકજભા ગઢવી, કેતનભાઇ અજાણા, હરપાલસિંહ ઝાલા, દેવશીભાઇ મોરી,કોન્સ. હસમુખભાઇ વોરા સહિતના રોકાયેલ હતા.