મોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર સુરજબારી પુલ નજીક દેવ સોલ્ટ પાસે જીજે - 12 - બીવી - 6203 નંબરના ટ્રક ચાલકે આગળ જઈ અચાનક બ્રેક મારતા તામિલનાડુથી ભુજ જઈ રહેલો ટીએન - 52 - એમ - 2527 નંબરનો ટ્રક પાછળ ભટકાઈ જતા ટ્રક ચાલક વર્તરાજને બન્ને પગમાં ફ્રેક્ચર થઈ જતા ફરિયાદી જયપ્રકાશ જગન્નાથ પડયાચીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફળિયાદ નોંધાવી હતી.