આગની ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો: ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવમોરબી: મોરબી-8 A નેશનલ હાઈવે પર આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. વાંકાનેર તરફ જવાના માર્ગ પર ઢુવા નજીક આવેલી વરમોરા ફેક્ટરી પાસે એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સમયસૂચકતાથી જાનહાનિ ટળીપ્રાપ્ત વિગતો મુજબ, ટ્રકમાં આગ લાગતાની સાથે જ ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગ ધીમે ધીમે આખા ટ્રકમાં પ્રસરી ગઈ હતી. ખાસ કરીને પાછળના ટાયર સળગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. ટ્રક આખો સળગી જવાથી ટાયર ફાટવાના ભયાનક ધડાકા પણ સંભળાયા હતા. હાઈવે પર ટ્રાફિકજામ અને પોલીસ કાર્યવાહીઆ બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે રસ્તો એક તરફ ડાયવર્ટ કર્યો હતો જેથી વાહનવ્યવહાર ચાલુ રાખી શકાય. મોરબી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.#Morbi #FireAccident #NationalHighway #MorbiUpdates #Emergency #BreakingNews #FireBrigade #TrafficJam #Dhuvaunderbridge