ટંકારા : ટંકારા શહેરના નગરનાકા પાસે ઓવરબ્રિજના છેડા પાસે જીજે - 12 - બીએક્સ - 5732 નંબરના ટ્રક ચાલકે ફરિયાદી રજનીશભાઈ દામજીભાઈ ધમાસણા રહે.દહીંસરડા તા.પડધરી વાળાની જીજે - 03 - એચઆર - 1073 નંબરની આઈટેન કારને હડફેટે લઈ કારની એક સાઈડના બન્ને દરવાજા, બમ્પર, તેમજ ટાયરના ભાગે નુકશાન પહોંચાડયું હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે કાર ચાલકે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.