આગળ જતા ટ્રકના ઠાઠામાં કાર ઘુસી જતા અન્ય ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કેરાળા ગામના પાટિયા નજીક ગતરાત્રીના ટ્રક પાછળ કાર ઘુસી જતા આ ગંભીર અકસ્માતમાં ટંકારાના વતની યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જયારે કારમાં બેઠેલા અન્ય ત્રણ યુવાનોને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કેરાળા ગામના પાટિયા પાસે પોલો કાર નંબર GJ-21-AQ-6845 આગળ જતાં ટ્રક નં. GJ-36-T-7952 પાછળ ઘૂસી જતાં આ ગંભીર અકસ્માતમાં કારમાં બેઠેલા ટંકારાના સમીરભાઈ અનવરભાઈ સરવદી નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં કારમાં બેઠેલા ટંકારાના શાહરૂખભાઈ સરવદી, અમીનભાઈ તથા એહમદભાઈ નામના ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.