અકસ્માત અંગે પોલીસને જાણ કરવા છતાં કોઈ જવાબદાર કલાકો સુધી ઘટના સ્થળે ન પોહચતા લોકોમાં રોષ મોરબી : મોરબી નજીક માળીયા હાઇવે પર ભરતનગર ગામ પાસે ટ્રક હડફેટે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની કરૂણ બાબત એ છે બનાવ અને પોલીસને જાણ કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી કલાકો સુધી સ્થળ પર ન પોહચતા યુવકની લાશ રસ્તા પર જ કલાકોથી પડી રહેતા સ્થળ પર લોકોમાં રોષ વ્યાપી વ્યાપી ગયો હતો. જ્યારે જીજે 36 જે 0461 નંબરનું બાઈક લઈને જઇ રહેલો અને કાળનો કોળિયો બની ગયેલો આ યુવાન મારવાડી હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું છે. અને આ લખાય છે ત્યાં સુધી હજુ પણ સ્થળ પર કોઈ પોલિસ આવી નથી અને આ અકસ્માતના પહલે હાઇવે પર પણ ટ્રાફિક જામ સર્જાયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news