ટ્રકે જોરદાર ઠોકર મારતા બાઈક સવારના ફુરચા ઉડી ગયા : કમકમાટીભર્યો અકસ્માત ટંકારા : ટંકારા મોરબી હાઈવે પર કમકમાટી ભર્યા અકસ્માતમાં ડબલસવારી બાઈકને ટ્રક ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જતાં બાઇક્સવારનું ઘટનાસ્થળે જ કરુંણ મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એકને ઇજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ આજે સવારે અગિયારેક વાગ્યાના અરસામાં ટંકારા - મોરબી રોડ ઉપર લજાઈ ચોકડી નજીક ડબલ સવાર મોટર સાયકલ ઉપર જઈ રહેલ ટંકારા શહેરના મોમિન સમાજના ઉસ્માનભાઈ વલીમામદભાઈ મેસાનિયા અને રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીને પાછળથી ટ્રકે જોરદાર ટક્કર મારતાં કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીનુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને વલીમામદભાઈ ધાયલ હોય ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ સંદિપભાઈ અને ડોક્ટર રૂબિયાબેન દ્વારા મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે ટંકારા મોમિન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મોમીન સમાજના લોકો મોટી સંખ્યામાં સિવીલ હોસ્પિટલ ટંકારા ખાતે પહોંચી ગયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..