મોરબી તરફથી આવતો ટ્રક ડિવાઈડર ટપીને સામેના રોડ પર કચ્છ તરફથી આવતા ટ્રક સાથે અથડાયો : એક વ્યક્તિનું મોત થયું તે આગથી નહિ અકસ્માતથી થયાનું પ્રાથમિક તારણમોરબી : મોરબી-માળિયા હાઇવે પર વિરવિદરકાના પાટિયા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તરફથી આવી રહેલો એક ટ્રક અચાનક ડિવાઈડર ટપી ગયો હતો અને સામેના રોડ પર ઘૂસી ગયો હતો. આ સમયે સામેથી (કચ્છ તરફથી) આવી રહેલા અન્ય એક ટ્રક સાથે તે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ કચ્છથી આવતા ટ્રકના પાછળના ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી.આ ગોઝારા અકસ્માતમાં રાહુલભાઈ ધારાભાઈ આહીર (ઉંમર 23 વર્ષ, રહે. કચ્છ) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. માળિયા મિયાણા પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે યુવાનનું મોત અકસ્માતની ગંભીર ઈજાઓને કારણે જ થયું હતું, આગ લાગવાને કારણે નહીં. આ ઉપરાંત, સામેના ટ્રકમાં સવાર અકબર જાનમામદ મિયાણા (ઉંમર 28 વર્ષ, રહે. કચ્છ) ને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ આ સમગ્ર મામલે તપાસ અધિકારી યુસુફભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.#Morbi #Maliya #HighwayAccident #MorbiUpdate #AccidentNews #GujaratNews #MorbiPolice #Virvidarka