જોખમી કડ મામલે સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, છાસવારે સર્જાતા અકસ્માત મોરબી અપડેટ : લાલપર પાસે હાઇવે પર એક મસમોટી કડને કારણે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. રસ્તા પરના કડના કારણે ચાલકે કાબુ ગુમાવતા એક ટ્રક અકસ્માતગ્રસ્ત થયો હતો. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.હાઇવેની વચ્ચોવચ ટ્રકનો અકસ્માત થતાં રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે અહીંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ હાઇવે પર પડેલા મસમોટા કડ અંગે તંત્રને અગાઉ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા રસ્તાના સમારકામ અંગે હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઘોર બેદરકારીના પરિણામે અહીં છાસવારે અકસ્માતો સર્જાય છે. લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.#Morbi #MorbiNews #Lalpar #RoadAccident #TrafficJam #HighwaySafety #MorbiUpdate #GujaratNews