અનેક લોકોને દાખલા વગર જ પાછું જવું પડ્યુંમોરબી : મોરબીમાં સર્વરના ધાંધિયા અને ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે જન્મ મરણના દાખલા કઢાવવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરના ગઈકાલથી સર્વરના ધાંધિયા અને ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે જન્મ મરણના દાખલાની કામગીરીને અસર થઈ રહી છે. આજે 85 જેટલા લોકોને જ ટોકન આપવામાં આવ્યા છે. બાકીના લોકોને ટોકન લીધા વગર જ નીકળી જવું પડ્યું છે. ઘણા સમય સુધી દાખલા નીકળતા ન હોવાની સમસ્યા હાલ થઈ રહી છે. વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.