હળવદ : હળવદની નામાંકિત શૈક્ષણિક સંસ્થા તક્ષશિલા વિદ્યાલય ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા બે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક તરફ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્વરક્ષણ અને યોગ નિદર્શનના કાર્યક્રમો યોજાયા હતા.નાનપણથી જ સરકારી નોકરી અને સ્કોલરશિપની તૈયારી માટે ક્વિઝનું આયોજનભવિષ્યમાં વિવિધ સ્કોલરશિપ અને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક કસોટીઓમાં વિદ્યાર્થીઓ સફળ થઈ શકે તેવા હેતુ સાથે ધોરણ-6 ના બાળકો માટે ખાસ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજ્ઞાન, ટેકનોલોજી, જનરલ નોલેજ, રિઝનિંગ અને વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.વૈજ્ઞાનિકોની સિદ્ધિ અને જીવનચરિત્ર પર આધારિત ક્વિઝમાં અગ્રાવત શ્લોક, ડાંગર હિત, સુરેલા આર્યન અને કંઝારિયા મિતના ગ્રુપે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે રિઝનિંગ વિભાગમાં કણઝરિયા યશ, સોલંકી વચ્છરાજ, કુંઢિયા યુવરાજ અને લખતરિયા વિજયના ગ્રુપે મેદાન માર્યું હતું. ખગોળશાસ્ત્રની ક્વિઝમાં સુનિતા વિલિયમ્સ ગ્રુપના સભ્યો ચૌહાણ પૂર્વી અને પટેલ નવ્યાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશ પટેલે વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે આચાર્ય વાસુ ગોંડલિયા, અરવિંદ સોલંકી અને સુનિતાબેન રાવલે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.મહિલા દિવસ નિમિત્તે 107 થી વધુ વિદ્યાર્થીનીઓએ સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધીઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સંસ્થા ખાતે મહિલા સશક્તિકરણને વેગ આપવા યોગાસન ડેમો અને સેલ્ફ ડિફેન્સ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા અને કોલેજની 107 થી વધુ વિદ્યાર્થીનીઓ અને મહિલા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.આજના સમયમાં મહિલાઓની શારીરિક અને માનસિક મજબૂતી અનિવાર્ય હોવાથી જુડો કોચ પુજાબેન ઓરા અને પ્રકાશ જોગરાણાએ જુડો, કરાટે અને સ્વરક્ષણની વિવિધ ટેકનિકોનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આચાર્ય અરવિંદ સોલંકી અને સુનિતાબેન રાવલે મહિલા સશક્તિકરણ અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ એમડી ડો. મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.#Halvad #TakshshilaVidyalay #QuizCompetition #WomensDay #SelfDefense #Education #GeneralKnowledge #Empowerment #MorbiUpdate